કાશ્મીરના કેરાનમાં સેનાએ ઘૂસણખોરી નિષ્ફળ બનાવી ઃ ત્રણ આતંકવાદીઓનાં મોત

કાશ્મીરના કેરાનમાં સેનાએ ઘૂસણખોરી નિષ્ફળ બનાવી ઃ ત્રણ આતંકવાદીઓનાં મોત

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )
Gujarat Samachar News

કારગિલ જેવી સ્થિતિનું નિર્માણ થયું નથી ઃ સેના પ્રમુખ જનરલ બિક્રમ સિંહ

(પીટીઆઇ)    શ્રીનગર, તા. ૪
કાશ્માીરમાં નિયંત્રણ રેખા પાસે આવેલા કેરાન સેક્ટરમાં આજે સેનાએ ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ સામે  ચલાવવામાં આવી રહેલા સૈન્ય અભિયાનનો આજે ૧૧મો દિવસ હતો.
આ દરમિયાન લશ્કરી વડા જનરલ બિક્રમ સિંહે સ્પષ્ટતા કરી હતી કે જમ્મુ-કાશ્મીરના કેરાન સેક્ટરમાં કારગિલ જેવી સ્થિતિનું નિર્માણ થયું નથી. જનરલ સિંહે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પાસેના કોઇ પણ ગામ પર કબજો જમાવ્યો નથી.
સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેરાન સેક્ટરના ગુજ્જર દુર વિસ્તારમાં ઘૂસણખોેરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ઝડપી બનાવી દેવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે કેરાન સેક્ટરના શાલભાટી ગામમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ સામેનું સૈન્ય અભિયાન આજે ૧૧માં દિવસમાં પ્રવેશ્યું હતું. આ વિસ્તારમાં થોડાક સમયના અંતરે ગોળીઓના અવાજ સંભળાતા હતાં.
૨૪ સપ્ટેમ્બરે ભારે હથિયારો ધરાવતા આતંકવાદીઓના જૂથે કેરાન સેક્ટર દ્વારા કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૫ કોર્પના જનરલ ઓફિસર કમાન્ડર લેફટનન્ટ જનરલ ગુરમિત સિંહે જણાવ્યું હતું કે ઘૂસણખોરોની સંખ્યા ૩૦ થી ૪૦ વચ્ચે હતી અને તેમની પાસે મોટી માત્રામાં આધુનિક શસ્ત્રો હતાં.
લેફટનન્ટ જનરલ સિંહે જણાવ્યું હતું કે ૨૬ સપ્ટેમ્બરે ૧૦ થી ૧૨ આતંકવાદીઓના મોત થયા હતા અને બાકીના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.
Source :-http://www.gujaratsamachar.com/
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)

Email :- inquiry.gsg13@gmail.com

Leave a comment